Rajkot: યાત્રાધામ વિરપુર એસ.ટી.ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો…
તા.૩/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ટી.સી.વિશાલ ચૌહાણ દ્વારા બસ પાસ સરળતાથી નીકળી જાય તે માટે ઝીણવટભર્યુ માર્ગદર્શન અપાયું….
Rajkot: સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આવેલી વીરબાઈમાં કન્યા શાળા તેમજ વિરપુર કુમાર શાળા ખાતે અભ્યાસર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને એસ.ટી.બસ પાસ બાબતે મુશ્કેલી ના પડે તે હેતુથી વિરપુર એસ.ટી.બસ પોઈન્ટના ટી. સી.વિશાલ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડી હતી.
ટી. સી.વિશાલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ડેપોના કાર્યક્ષેત્રમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ વડે મુસાફરી કરે છે. જેથી અહીં વિદ્યાર્થી પાસ,વિધાર્થીની ફ્રી પાસ,તેમજ અન્ય પાસ ઈસ્યુ કરવામાં આવે છે. વિદ્યાર્થી પાસ કઢાવવા માટે અંગે તેમજ ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરવા અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં સ્કુલ સંચાલકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સ્કૂલના સહી સિક્કા કરી એકસાથે મોકલી આપવા જેથી કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ના વેઠવી પડે અને વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડ સુધી પણ ના આવવું પડે અને સહેલાઈથી બસ પાસ મળી રહે તે મુજબ સમગ્ર સેમિનારમાં વિગતવાર માહિતી આપી હતી.