તા.૧૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓની વિવિધ જગ્યાઓમાં પાણી ભરાતા રોગચાળો ફેલાવાની શક્યતા નિવારવા કચેરીઓમાં સાફ સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે. જે અન્વયે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. કચેરીના પ્રાંગણમાં ઝાડના ખરેલા સુકા પાંદડાનો કચરો, ગેરેજ અને પાર્કિંગ એરિયામાં જામેલા ઝાડી ઝાંખરા તેમજ કચેરી અંદરના અને કચેરીના બહારના વિસ્તારોની સાફ સફાઈ કરાઈ હતી.
જેથી વરસાદ દરમ્યાન થતા મચ્છરો, જીવ જંતુઓથી અને વરસાદમાં કચેરીમાં એકઠો થયેલો કચરામાંથી ભેજની દુર્ગંધથી બચી શકાય. વરસાદ દરમ્યાન કચેરી સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા અને અધિક્ષકશ્રી રજાકભાઈ ડેલાએ સઘન પ્રયત્નો કરી સ્વચ્છતા અંગે પૂરી તકેદારી રાખી હતી. અને સંભવિત આપત્તિઓને નિવારવા માટે પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત કચેરી ખાતે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હતી.