તા.૭/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સહજ ધ્યાન યોગ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં તા. ૨૦ જૂન ને ગુરુવારે સાંજ પાંચથી ૨૩ જૂન, રવિવાર સાંજે ૬ સુધીની સહજ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા રહેવા-જમવા સાથેની આ કુલ ૩૦૮મી નિઃશુલ્ક શિબિર છે. આ શિબિર વામકુક્ષી, કુવાડવા ચોકડીથી બે કિમી, કુવાડવા-વાંકાનેર રોડ, રાજકોટ ખાતે યોજાશે.
વધુ માહિતી માટે સંસ્થાની કચેરી જી.ટી.પરિસર, નક્ષત્ર હાઈટ્સની સામે, રૈયા ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ. મો. ૯૪૨૬૨, ૫૯૬૩૧ તથા ૯૪૨૬૭ ૧૨૧૫૯નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
નોંધનીય છે કે, સહજ ધ્યાન યોગ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી નૈસર્ગિક વાતાવરણમાં ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે.



