કાલોલ તાલુકાના પીંગળી ગામ ની હાઇસ્કૂલ ખાતે સાયન્સ કીટ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

તારીખ ૩૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી નવ ચેતન વિદ્યા મંદિર ખાતે પંચમહાલ સાક્ષરતા પંથે એ સૂત્ર ને સાર્થક કરવા માટે ” સેવક ટ્રસ્ટ મુંબઈ ” ના સહયોગ થી સેવક ટ્રસ્ટ ના ટ્રસ્ટી કૌશિકભાઈ શાહ દ્વારા પંચમહાલ જિલ્લાની કુલ ૧૯ શાળાઓને સાયન્સ કીટ નું દાન આપવામા આવ્યુ હતું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન જેવા વિષય માં રસ અને રુચિ વધે તેમજ જરૂરિયાતમંદ ગ્રાન્ટેડ શાળાઓને આગળ લાવવા માટે તેમજ બાળ વૈજ્ઞાનિકો નો ઉત્સાહ વધારવા માટે ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે તે બદલ શાળા ના આચાર્ય સમીરભાઈ શાહે સેવક ટ્રસ્ટ મુંબઈ અને ટ્રસ્ટી કૌશિકભાઈ શાહ નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શિક્ષણ માટે બાળકો માં પણ ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો અને સૌ બાળકો, શાળાના શિક્ષક ગણ અને ગ્રામજનોની ઉપસ્થિતી માં આ શુભ કાર્ય વેગવંતુ બનાવવા માટે કૌશિકભાઈ શાહ દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે સાથે નવચેતન કેળવણી મંડળ ના ટ્રસ્ટી સુભાસભાઈ શાહ ની પ્રેરક ઉપસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરાયું હતું અંતે આભાર વિધિ શાળા ના શિક્ષક એચ જી ગોસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો.





