JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જુનાગઢ શહેરી વિસ્તારમાં બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા કુલ-૦૨ શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવ્યા

શહેરમાં ૪ (ચાર) હોટેલ રેસ્ટોરેન્ટમાં ફાયર એન.ઓ.સી. કાર્યરત ન હોય  ધારા ધોરણસરની નોટિસ ઇસ્યુ  કરાઈ…..

                         તા:૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.

                         શહેરમાં તા:૧૩/૦૬/૨૦૨૪ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૦૨ (બે) શૈક્ષણિક સંસ્થાઓમાં (૧) ઉત્સવ કલાસીસ (૨) ભાર્ગવ કલાસીસ ને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

                         આજ રોજ તા:૧૩/૦૬/૨૦૨૪ ફાયર સેફટી બાબતે કુલ -૪ (ચાર) હોટેલ રેસ્ટોરેન્ટ (૧) માઉન્ટેઈન વ્યુ રેસ્ટોરેન્ટ,ભવનાથ તળેટી(૨)રુદ્રા હોટેલ (૩) હોટેલ જાનકી (૪) ગીરીરાજ ગેસ્ટ હાઉસને ફાયર સેફટી સુવિધા તેમજ કાર્યરત એન.ઓ.સી. કાર્યરત ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!