AMRELIAMRELI CITY / TALUKOGIR SOMNATHGIR SOMNATHRAJKOTRAJKOT CITY / TALUKO
અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો !

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તાર, અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા, ધારી, ખાંભા, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોરદાર ભૂકંપનો આંચકો આવતા સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, તાતણીયા સહિતના ગામો ધણધણી ઊઠ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે, એકથી દોઢ દાયકામાં આ પ્રકારનો ભૂકંપનો આંચકો આ વિસ્તારમાં નથી આવ્યો.





