ARAVALLIMODASA

સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી : ટીંટોઈના વાંદીયોલ પાટિયા નજીક ક્રેટા કારનો ફિલ્મીઢબે અટકાવી 1.61 લાખના દારૂ સાથે બે બુટલેગર જબ્બે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સ્ટેટ મોનેટરીંગ સેલ ત્રાટકી : ટીંટોઈના વાંદીયોલ પાટિયા નજીક ક્રેટા કારનો ફિલ્મીઢબે અટકાવી 1.61 લાખના દારૂ સાથે બે બુટલેગર જબ્બે

*શામળાજી પોલીસની કામગીરી સામે અનેક તર્ક વિતર્ક, રતનપુર બોર્ડર પરથી આલ્ફાબેટ કોડવર્ડ સાથે દારૂની લાઈન ચાલતી હોવાની ચર્ચા*

*રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરેલી કાર પાયલોટિંગ સાથે નડિયાદ બુટલેગરના અડ્ડા પર ઠાલવવાની હતી*

*સ્ટેટ મોનેટરીંગ સેલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની લાઈનને બ્રેક કરી હતી, દારૂની લાઈન પાયલોટિંગ સાથે 7 જેટલી કારમાં શરાબ ઠલવાઇ રહ્યો હતો*

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગાંધીના ગુજરાતમાં ઠલવાઇ રહ્યો હોવાની સાથે જીલ્લા પોલીસતંત્ર વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે અરવલ્લી જીલ્લાની શામળાજી, ભિલોડા અને ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આંતરરાજ્ય સરહદો પરથી દારૂની લાઈન મારફતે વિદેશી દારૂ બુટલેગરો ઠાલવી રહ્યા હોવાની સ્ટેટ મોનેટરીંગ સેલને બાતમી મળતા ટીમ સાથે જીલ્લામાં પડાવ નાખી દીધો હતો ટીંટોઈ નજીક વાંદીયોલ પાટિયા નજીક ક્રેટા કારનો ફિલ્મીઢબે અટકાવી કારમાંથી 1.61 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયાને દબોચી લીધા હતા દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરનાર બાબદેવ નામનો બુટલેગર છું થઈ ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને મોડાસા-શામળાજી રોડ પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતા ટીમ સાથે શામળાજી-મોડાસા રોડ પર વાંદીયોલ પાટિયા નજીક વોચ ગોઠવી હતી બાતમી આધારિત દારૂ ભરેલી ક્રેટા કારને અટકાવવા જતા બુટલેગરે કારને હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી કારને અટકાવી કારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-979 કીં.રૂ.161350/- નો જથ્થો જપ્ત કરી રાજ્સ્થાનના કાર ચાલક દોલારામ અશુરામ બિશ્નોઇ અને મહેન્દ્ર તેજીરામ પટેલને દબોચી લઇ વિદેશી દારૂ, કાર, મોબાઇલ મળી કુલ રૂ.6.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરનાર બાબદેવ નામના શખ્સ,કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન સાંચોરના બુટલેગર કનૈયાલાલ અને દારૂ મંગાવનાર ખેડા જીલ્લાના નડિયાદના અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!