JASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જનગણના – ૨૦૨૭ : ઓનલાઇન પોર્ટલ પર સ્વ-ગણના પ્રક્રિયા કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ

તા.૨૦/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ અને ઝડપી : નાગરિકોને જાતે પ્રક્રિયા કરવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

Rajkot, Jasdan: રાજ્યભરમાં હાલ જનગણના – ૨૦૨૭ના ભાગરૂપે ઓનલાઇન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેમાં નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઇન સ્વ-ગણના પ્રક્રિયા કરી શકે છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદે આજરોજ સ્વ-ગણના પ્રક્રિયા (સેલ્ફ એન્યુમરેશન) પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી સ્વ-ગણનાની માહિતી રજીસ્ટર કરવી ખૂબ સહેલી અને ઝડપી છે. માત્ર થોડી મિનિટો ફાળવી મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ડિજિટલ માધ્યમથી જનગણના પ્રક્રિયામાં સહભાગી બની શકાય છે. રાજકોટ જિલ્લાના તમામ લોકોએ થોડો સમય ફાળવી પ્રક્રિયામાં સહભાગી થવા શ્રી અનંદુ સુરેશ ગોવિંદે ખાસ અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય જનગણનાના પ્રથમ ચરણમાં હાલ ઘરયાદી અને મકાન ગણતરીની પ્રક્રિયા sc.census.gov.in પોર્ટલના માધ્યમથી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!