KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ દ્વારા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી હાઇવે રોડ ઉપરથી પ્રસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક મુદ્દે જાગૃત કર્યા

 

તારીખ ૦૧/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગોધરા વડોદરા હાઇવે રોડ ઉપર લાઉડ સ્પીકર ના માધ્યમથી વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એલ.એ.પરમાર દ્વારા ટ્રાફિકને લઈને વાહન ચાલકોને જાગૃત કર્યા અને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપતા કહ્યું કે ઓવર સ્પીડમાં વાહન ચલાવું નહિ અને જો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ બાઇક ચલાવતા સમયે હેલ્મેટ ફરજીયાત પહેરવાનું રાખો અને લોકોને સમજાવતા કહ્યું કે પોતાનું અને પોતાના પરિવારનું જીવન અમૂલ્ય છે જેથી પોતાના અને પોતાના પરિવારના લોકોનું વાહન ચલાવતી વખતે હમેશા ધ્યાન રાખવું અને દરેક લોકોએ ત્રાફિકના નિયમોનું ફરજીયાત પાલન કરવું જોઈએ અને વધુમાં અઢાર વર્ષ થી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું નહિ આમ પી.એસ આઈ એલ.એ.પરમાર દ્વારા રોડ ઉપર થી પ્રસાર થતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપીને જાગૃત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!