RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ’ નો મંત્ર ગુંજ્યો

તા.૨૦/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

‘જીથરો ભાભો’ નાટક જોવા આવેલા ૧૦૦૦ થી વધુ દર્શકોએ મતદાનના શપથ લીધા

Rajkot: રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગત રોજ પ્રસિદ્ધ લોક વાર્તાકાર કાનજી ભૂટા બારોટની લોકકથા ‘જીથરો ભાભો’ ના નાટ્ય રૂપાંતરના બે શો યોજાયા હતાં.

આ નાટ્ય શો ને માણવા આવેલા દર્શકોએ નાટક મંચનના પ્રારંભે લોકતાંત્રિક પ્રક્રિયામાં મતદાતા તરીકે મતદાનની ફરજ નિભાવવાના શપથ લીધા હતાં. બે શો માં આયોજિત નાટ્યમાં એક હજારથી વધુ પ્રબુદ્ધ દર્શકોએ જે રીતે નાટક જોવા માટે ઉત્સાહ દર્શવ્યો હતો, તે જ રીતે મતદાન કરવા માટે ‘હું ચોક્કસ મતદાન કરીશ’ ના શપથ જમણો હાથ લંબાવી લીધા હતાં.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સરકારી, બિનસરકારી સંસ્થાઓ સાથોસાથ સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા લોકો મતદાન પ્રક્રિયા માટે સહભાગી બનવાના શપથ લઇ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!