AHAVADANG

ડાંગ: પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનાં વિરોધમાં વઘઇ મામલતદારને આવેદનપત્ર અપાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનાં વિરોધમાં ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિએ આજરોજ રેલી અને ધરણા પ્રદર્શન યોજી વઘઇ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ….
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ થનાર મહાકાય ડેમોનું ભૂત ફરી ધૂણી ઊઠ્યુ છે.પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટ યોજના રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા સ્થગિત કરી દેવાઈ છે.તેમ છતાંય છેવાડાનાં જિલ્લામાં ફરી ધુણવા લાગતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ચીકાર ગામ નજીક અંબિકા નદીનો સર્વે કરવા માટે નવસારી સિંચાઈ વિભાગની ટીમ ગઈ હતી.ડાંગ જિલ્લાનાં ચીકાર ગામે સર્વે કરવા ગયેલી ટીમને ગ્રામ જનોએ ભગાડી મુકતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.અહી અંબિકા નદીનાં પાણીનાં સ્તર માટેનો સર્વે હોવા છતાંય લોકોમાં મહાકાય ડેમોનાં નિર્માણ માટેનો સર્વે થઈ રહ્યાનો ભ્રમ ફેલાતા આસપાસનાં લોકોએ એકઠા થઇ “નઈલા કટવા અને ડેમ લા હટવા”નો સૂત્રોચ્ચાર કરી પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટનો વિરોધ કર્યો હતો.ઘણા સમયથી શમન થયેલી પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેકટની યોજનાને લઈને વઘઇ તાલુકાનાં ગામડાઓમાં ફરી ઉગ્ર જુવાળ ઉભો થતા ચર્ચાનો વિષય બનવા પામી છે.આજરોજ ડેમ હટાવો,જંગલ બચાવો,ડાંગ બચાવો સંઘર્ષ સમિતિ ડાંગનાં આગેવાનો તથા વાંસદાનાં ધારાસભ્ય અંનતભાઈ પટેલ દ્વારા રાજયનાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને વઘઇ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ઘણા લાંબા સમયથી પાર તાપી નર્મદા જોડાણ યોજના બાબતે આદિવાસી સમાજનો સખત વિરોધ થઈ રહ્યો છે.જેને અનુસંધાનમાં ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 21-05-2022નાં રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફ્રરન્સ યોજી પાર તાપી અને નર્મદા નદી જોડાણ યોજનાને સ્થગિત કરવા અંગેની જાહેરાત કરી હતી.પરંતુ મુખ્યમંત્રી દ્વારા મૌખિકમાં જાહેરાત કર્યા બાદ લેખિતમાં જાહેર કર્યું ન હતુ. આશરે પાંચ- છ મહિનાઓથી સૂચિત ડેમ અસરગ્રસ્ત વિસ્તારોનાં ગામોમાં વિવિધ નામો હેઠળ લોકોને અંધારામાં રાખી અલગ અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યા છે.જેને લઈને ફરી આદિવાસી સમાજ ભયનાં ઓથાર હેઠળ આવી ગયો છે.અને શું કરવું તે સમજ પડતી નથી તથા સરકાર દ્વારા છેતરવામાં આવ્યાની લાગણી અનુભવી રહ્યા છે.જેથી માંગણી કરતા જણાવ્યુ છે કે પાર તાપી અને નર્મદા રિવરલિંક જોડાણ યોજના રદ કરવા અંગેની જાહેરાત ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે તા.21-05-2022નાં રોજ કરેલ રદ કરવાની જાહેરાત મુજબનું સ્વેતપત્ર બહાર પાડવામાં આવે તથા બંધારણ અનુસુચિ-5 હેઠળનાં વિસ્તારમાં બંધારણની કલમ 13-3-ક મુજબ અમારી પરંપરાગત રૂઢી પ્રથા મુજબ અમારા વિસ્તારમાં કઈ પણ કરવાનો અધિકાર ગ્રામ સભા મુજબ હોય છે.તેમજ સુપ્રીમ કોર્ટનાં સમતા જજમેંટ 1997 અને વેંદાતા નિયમગીરી જજમેંટ 2013 મુજબ રૂઢીગત ગ્રામસભાને જ કરવા દેવામાં આવે તેમજ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઈ સરકારે કરેલ જાહેરાત મુજબ સૂચિત પાર તાપી નર્મદા નદી જોડાણ યોજના રદ કરવાનો સ્વેત પત્ર બહાર પાડી આદિવાસી સમાજ સાથે થયેલ વિશ્વાસઘાતની લાગણી દૂર કરવાની માંગ કરી હતી.ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે મહાકાય ડેમોનાં વિરોધમાં યોજાયેલ જાહેરરેલી અને ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!