BANASKANTHAKANKREJ

કાંકરેજના માંડલા ગામે શ્રી અંબાજી મંદીરમાં ત્રિવેણી ધર્મકર્મ મહોત્સવ નિમિતે દ્વિતીય દિવસે શોભાયાત્રામાં માનવમહેરામણ ઉમટયું..

શ્રી અંબાજી માતાજીના મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠા,ચર્તુવેદ પારાયણ એવં પાઠાત્મક શતચંડી યજ્ઞ યોજાયો.

કાંકરેજ તાલુકાના માંડલા ગામની ધન્યધરા ઉપર શ્રી અંબાજી માતાજીનું આજથી ૫૭ વર્ષ પહેલાં ગામને ગુંદરે એક કેયડાના વૃક્ષના થડમાં દીવો થતો તે સ્થળે ઓરડાવાળું નાનું મંદિર (મઢુંલી) હતું.અને આજે ત્યાં જૈનશ્રેષ્ઠી શાહ ચંપકલાલ દેવચંદભાઈ ના દસલાખ રૂપિયાના અનુદાન સહિત માંડલા ગ્રામજનો તથા જે સમસ્ત પાંડવ પરિવારની કુળદેવી અને તે માંડલા, રૂવેલ,ડુવા, ઊંડાઈ,ટેબી,સાંચોર ભડવેલ,ડીસા,કુંભારા, પાતીયારા,ભુરિયા,ભોરોલ,સિદ્ધપુર,ઊંઝા,બુકણા તથા ભગવતી ભક્તગણ વગેરેના સહયોગથી ભવ્યાતિભવ્ય માઁ અંબાનું તેમજ અંજનીપુત્ર હનુમાનજી દાદાના મંદિરનું નિર્માણ થયું છે .તે મંદિરમાં ત્રિ-દિવસીય માઁ અંબા,શ્રી ગણપતિ ભગવાન તથા બટુક ભૈરવ એવમ હનુમાનજી મહારાજનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ચતુર્વેદ પારાયણ એવમ પાઠત્મક શતચંડી યજ્ઞમાં ૧૨૫ ચંડીપાઠનુ પઠન પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી બળદેવભાઈ એમ.પંડયા પુર્વ આચાર્ય ઉણ હાઈસ્કુલવાળા તેમજ સાથી શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે ત્રિ-દિવસીય મહોત્સવમાં ભોજન પ્રસાદના દાતા શાસ્ત્રી બળદેવભાઈ એમ.પાંડવ,શ્રી માતાજીમંદિરના શિખર ના યજમાન કરશનભાઈ ડી.પાંડવ પૂર્વ સરપંચ માંડલા,યજ્ઞના મુખ્ય યજમાન ભીખાભાઈ એલ. ખરસાણ,મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન દાનસુંગભાઈ એ.પાંડવ સહિત નામી-અનામી દાતાઓના યજમાન પદે ત્રિ-દિવસીય મહોત્સવ રંગેચંગે ચાલુ કરવામાં આવેલ.જેમાં પાવનકારી પ્રથમ દિવસ મહાસુંદ આઠમ શનિવાર તા.૧૭/૦૨/૨૦૨૪ બાદ મંગલકારી આજે દ્વિતીય દિવસે જળયાત્રા તેમજ બગીઓમાં વાજતે ગાજતે લાઈવ ડી.જે.ના તાલે ભવ્ય શોભાયાત્રામાં શ્રી અંબાજી માતાજીની મુર્તિ તેમજ અન્ય દેવી-દેવતાઓની મુર્તિઓ સાથે સમગ્ર માંડલા ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદીરે શોભાયાત્રા પરત ફરી હતી.આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૩ દિવસના ઘાસના દાતા રમેશભાઈ વાલાભાઈ ઉભોડ વકીલ સહતી નામી-અનામી ભાગ્યશાળી દાતાઓએ આ મંગલ અવસરે ઉદારહાથે દાનરૂપી સરવાણી વ્હાવી હતી.આ પ્રસંગે થરા પી.એસ.આઈ.આર.જે.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ, સામાજીક, રાજકીય આગેવાનો તેમજ ભાવિક ભકતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પધરનાર મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!