GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લાના મચ્છુ ૧-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફલો

 

MORBI:મોરબી જીલ્લાના મચ્છુ ૧-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફલો

 

 

મોરબી જીલ્લાનો સૌથી મોટો વાંકાનેરનો મચ્છુ ૧ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને રાજાશાહી વખતનો ગેટ વગરનો મચ્છુ ૧ ડેમ હોવાથી પાણી મચ્છુ ૨ સહિતના જળાશયોમાં ઠલવાઈ રહ્યા છે મચ્છુ ૧ ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ બંને ૧૦૦ ટકા ભરાઈ ગયા છે

મોરબી જીલ્લાના જળાશયોની સ્થિતિ જોઈએ તો મચ્છુ ૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે તેમજ ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે તે ઉપરાંત મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ૩૩ ફૂટની ક્ષમતા છે જે ૨૭.૯૦ ટકા ભરાઈ ગયો છે ડેમી ૧ ડેમ ૨૩ ફૂટ ક્ષમતા સામે ૧૫.૧૦ ફૂટ ભરાયો છે ડેમી ૨ ડેમ ૧૯.૭૦ ફૂટ સામે ૧૮ ફૂટ ભરાઈ ગયો છે બંગાવડી ડેમ ૧૫.૫૦ ફૂટ ક્ષમતા છે અને 9.૧૦ ફૂટ ભરાઈ ગયો છે બ્રાહ્મણી ડેમ ૨૭ ફૂટ ક્ષમતા સામે ૨૬.૭૦ ટકા ભરાઈ ગયો છે બ્રાહ્મણી ૨ ડેમ ૧૭.૬૦ ફૂટ ક્ષમતા સામે ૧૨.૬૦ ફૂટ ભરાઈ ગયો છે મચ્છુ 3 ડેમની ક્ષમતા ૨૦.૮૦ ફૂટની છે અને ૧૮.૫૦ ટકા ભરાઈ ગયો છે જીલ્લાના ૧૦ પૈકી ૨ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તે ઉપરાંત મચ્છુ ૨ ડેમ ૮૦ ટકાથી વધુ , ડેમી ૨ ૯૦ ટકાથી વધુ ભરાઈ ગયા છે બ્રાહ્મણી ડેમ ૯૫ ટકાથી વધુ ભરાઈ ગયો છે

ઘોડાધ્રોઈ ડેમ અને મચ્છુ 3 ના એક-એક દરવાજા ખોલવામાં આવ્યા

ડેમમાં નવા નીરની આવકને પગલે મોરબી જીલ્લાના ઘોડાધ્રોઈ ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે તેમજ મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે મચ્છુ ૧ ડેમમાં દરવાજા ના હોવાથી ૨ ઇંચ જેટલું પાણી ઓવરફલો થઇ રહ્યું છે જે જળ પ્રવાહ મચ્છુ ૨ ડેમમાં ઠલવાતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે

Back to top button
error: Content is protected !!