શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરના હસ્તે 1209 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ક ઓર્ડર વિતરણ .

શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ૧૨૦૯ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ક ઓર્ડર વિતરણ કરાયા.
રિપોર્ટર…અમીન કોઠારી મહીસાગર
તા.૧૯/૧૦/
સંતરામપુર તાલુકાના ગોઠીબ નચિકેત સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ નચિકેત સ્કૂલ ખાતે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ બાબરોલ, ગરાડીયા, ગોઠીબ ,હીરાપુર, માલણપુર, મોલારા, મોટી ભુગેડી, નાની ભુગેડી ,પ્રથમપુર, રનેલા ,સાંગાવાડા ,સુરપુર વગેરે ગામોમાં કુલ ૧૨૦૯ લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક સપનું જોયું છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના સપનાનું પાકું મકાન હોય તે માટે છેવાડાનો એક પણ વ્યક્તિ છત વગર ના રહી જાય તેના માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના સપનાના ઘર આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્ને પૂર્ણ કરવા એક ભારત, શ્રેષ્ટ ભારતનું નિર્માણ કરવું પડશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, APMC ના ચેરમેન શાંતિલાલ પટેલ સહિત અગ્રણીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




