AHAVADANGGUJARAT

વલસાડ-ડાંગનાં યુવા સાંસદ ધવલ પટેલ લોકસભામાં પ્રવાસન સ્થળોને સ્વદેશ દર્શન યોજનામાં આવરી લેવા રજુઆત કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
વલસાડ – ડાંગનાં ઉત્સાહી અને યુવા સાંસદે લોકસભામાં વલસાડ અને ડાંગના પ્રવાસન સ્થળોને સ્વદેશ દર્શન યોજનામાં આવરી લેવા માટેનો પ્રશ્ન લોકસભામાં રજૂ કર્યો..

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ – ડાંગનાં સાંસદ ધવલ પટેલે લોકસભામાં વલસાડ અને ડાંગ જિલ્લા વિસ્તારમાં આવેલ કેટલાક પ્રવાસન સ્થળોને સરકારને સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં તે અંગે મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પ્રશ્ન પૂછ્યો હતો.લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસનમંત્રીને પ્રશ્ન પુછી વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારમાં આવેલ સતયુગ કાળના શબરીધામ સુબિર, ઉનાઈ માતા મંદિર જેવા તિર્થધામોને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલસ્ટેશન, ડોન હિલ સ્ટેશન સહિત વિલ્સન હિલ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળોને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે કે નહીં એ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.ત્યારે મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે સાંસદ દ્રારા ખુબજ મહત્વનો અને ઐતિહાસિક વિસ્તારના વિકાસ માટેનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે.પરંતુ જો રાજ્ય સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે તો જરુરથી આ વિષય પર વિચારવાનું અને ઘટતું કરવામાં આવશે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવે તે હેતુથી આવનારા દિવસોમાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવનાર છે.અને વલસાડ ડાંગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું એવુ સાંસદ ધવલ પટેલે જણાવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!