નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચરસ એસોશિસયનનાં પ્રમુખ તરીકે ફરી રાકેશ શર્મા નિમાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આજે 24 નવેમ્બરે નવા પ્રમુખ પદ નિમણુંક માટે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચરસ એસોશિસયનનાં સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં 50 માંથી 38 સભ્યો ઉપસ્થિત રહી સર્વાનુમતે ફરીથી 2 વર્ષ માટે રાકેશ શર્મા ની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા ખુશીનો માહોલ સર્જાયો હતો ઉપસ્થિત તમામ સભ્યોએ છેલ્લા વર્ષની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી.પ્રમુખ પદની નિમણુંક થતાં ફરી નવી કમિટીની રચના કરવા આવી હતી ઉપપ્રમુખ પદે સુરેશ ટી.પટેલ મંત્રી તરીકે દીપક કે.કંસારા,સહમંત્રી તરીકે ચેતન એમ.શાહ ,ખજાનચી તરીકે સુરેન્દ્ર એ.મહેતા અને સહ ખજાનચી તરીકે સંતોષ એ.શાહ કરવામાં આવતા હાજર તમામ સભ્યોએ નવી કમિટી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.


