BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય,વિસનગરમાં “રક્ષા બંધન પર્વ”ની ઉજવણી કરવામાં આવી

17 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-17 ઓગસ્ટ 2024 ના રોજ પ્રાર્થના સભામાં ‘રક્ષા બંધન પર્વ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે શ્રી કમલેશભાઈ વૈદ્ય (સંચાલકશ્રી, માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. જેમને શાળાના આચાર્યશ્રીએ બૂકે તથા સાલથી સન્માનિતકર્યાહતા.ત્યારબાદવિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન ગીત રજૂ કરવામાં આવ્યું હતું. રક્ષા બંધન-વિધિમાં પ્રતિક રૂપે વિદ્યાર્થી ભાઈઓને વિદ્યાર્થિની બહેનોએ રાખડી બાંઘી હતી. આ સાથે દરેક ધોરણ વાઈઝ પણ “રક્ષા બંધન પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા તરફથી વર્ગ વાઈઝ દરેક વર્ગની વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થીઓના હસ્તે ચોપડા આપવામાં આવ્યા હતા.રક્ષા બંધન પર્વમાં ઉપસ્થિત મહાનુભાવ શ્રી કમલેશભાઈ વૈધે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એવા રક્ષા બંધન વિષે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રોપદીના કથાનક દ્વારા રાખડીના મહત્ત્વ વિષે પ્રેરણાદાયી વાત રજૂ કરી રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી એ રક્ષાબંધન એટલે “ભાઈના સુખાકારી જીવન માટે બહેનનો નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે યુવા મહોત્સવ, કલા મહોત્સવ, નિબંધ સ્પર્ધા, સ્પોર્ટ ક્ષેત્રે તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ચોપડા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!