TANKARA:ટંકારા કુમાર તાલુકા પ્રા. શાળા ખાતે તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

TANKARA:ટંકારા કુમાર તાલુકા પ્રા. શાળા ખાતે તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના નિર્દેશન હેઠળ આજરોજ શ્રી ટંકારા કુમાર તાલુકા પ્રા. શાળા ખાતે તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા(ખા) ના મેડિકલ ઓફિસર ડૉ. મિથુન રાણવાના માર્ગદર્શન દ્રારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ . આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ . વિદ્યાર્થીઓ દ્વારા પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા ચિત્રો દોરવામાં આવેલ .ત્યારબાદ RBSK ટીમના મેડીકલ ઓફીસર ડૉ. ચિત્રાંગી પટેલ દ્રારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન તેની શારીરિક અસરો , આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ . વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો . ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવેલ . કાર્યક્રમને સફળ બનાવવા PHC સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ , CHO કોમલબેન અગ્રાવત , MPHW આશિષભાઈ ધાંધલ્યા , FHW પ્રિયંકાબેન પારિયા તથા શાળાના પ્રિન્સીપાલ અર્ચનાબેન આચાર્ય તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ .








