GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રક્ષાબંધન પર્વ નિમિત્તે વેજલપુર શાળાની વિદ્યાર્થીઓએ પોતાના કલા કૌશલ્યો દ્વારા 297 રાખડીઓ બનાવી

તારીખ ૧૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની વેજલપુર શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાના કલા કૌશલ્યો દ્વારા ૨૯૭ રાખડીઓ બનાવી સાથે સાથે લોક સેવામાં સતત કાર્યરત રહેતા પોલીસ કર્મી ભાઈઓ,ટ્રાફિક પોલીસ કર્મી ભાઈઓ અને આરઓએફ ને રક્ષા બાંધી તેમના દીર્ઘાયુ ની પ્રાર્થના કરી હતી સંસ્કૃતિ ને સાથે રાખી, જીવન ઉપયોગી પાઠ , મૂલ્ય લક્ષી શિક્ષણ ના આ વિચાર ને પરિપૂર્ણ કરવા શાળા ના સમગ્ર સ્ટાફ એ મહેનત કરી ને સાથ આપ્યો આ કાર્યક્રમના સફળ બનાવવા શાળાના આચાર્યા હર્ષાબેન પંચાલ નું માર્ગદર્શન અને દિકરીઓ ના સર્વાંગી વિકાસ માં સતત સમય અને ધન થી સહાયરૂપ થનાર શાળા ની બે શિક્ષિકા બહેનો મીરા સાદરિયા અને ઉર્વશી ચૌધરી નો દરેક બાબતે સિંહ ફાળો રહ્યો હતો.





