બ્રહ્માકુમારી સાધલી શાખાનાં સંચાલિકા જ્યોતિબેનની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પ્રોગ્રામ યોજાયો
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભારત વિદ્યાલયનાં હોલ ખાતે બ્રહ્માકુમારી સાધલી શાખા નાં સંચાલિકા પારુલ બેન તેમજ જ્યોતિ બેનની ઉપસ્થિતિમાં રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી. સાધલી નગર તેમજ આજુબાજુનાં ગામોના ભાઈ બહેનોએ આ પ્રોગ્રામમાં ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત સાથે આવેલ મહેમાનો નું સ્વાગત કરાયું હતું. ડભોઇ થી આદરણીય રાજયોગીની જ્યોતિ દીદી પણ આ પ્રોગ્રામમાં ખાસ પધાર્યા હતા.બધા ભાઈઓને તિલક કરી રક્ષા બંધન બાંધવામાં આવ્યું.સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે આજથી અમે અમારા જીવનને નુકસાન કરનાર વ્યસનોથી વિકારો છે પોતાને ને દૂર રાખીશું. બ્રહ્મ કુમારી સાધલી શાખા ની બહેનો દદ્વારા.સાધલી ગ્રામ પંચાયત.પોલીસ સ્ટેશન. સ્કૂલ.હોસ્પિટલ તેમજ બેંકોમાં પણ બધાને રક્ષા બંધન બાંધીને ઉજવણી કરવામાં આવી હતી. તેમજ હાજર તમમ લોકોને પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી.




