GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ કાલોલ દ્વારા રામનવમીની ઉજવણી તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૨૯/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ, શ્રી દશામોઢ વણિક મહિલા મંડળ તથા શ્રી મોઢેશ્વરી માતંગી મંદિરના સંયુક્ત ઉપક્રમે કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે ધોરણ ૧ થી કોલેજ સુધીના અંદાજે ૧૦૦ જેટલા બાળકોને જ્ઞાતિના મહાનુભાવોના વરદ્ હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. જ્ઞાતિની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જ્ઞાતિના પ્રમુખ નરેશભાઈ વી. શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તથા મંત્રી જગદીશભાઈ પી. શાહ દ્વારા જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિ અંગેની માહિતીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવો શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ, ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ તથા માતંગી મંદિરના પાટોત્સવમાં તન-મન-ધનથી સહયોગ આપતા તમામ મનોરથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં યોજાતા કાર્યક્રમોમાં પણ સહકાર આપવા જ્ઞાતિજનોને પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી.શ્રી મોઢ વણિક મહિલા મંડળની શુભ શરૂઆત દેવદીવાળીના પવિત્ર દિવસે શ્રી કામધેનું ગૌશાળામાં ગૌ સેવા કરી પ્રમુખ તરીકે યોગીતાબેન શાહે પોતાની ટીમ સાથે શરૂઆત કરી. આજદિન સુધી યોજેલ કાર્યક્રમોની વિગતવાર અહેવાલ પણ રજુ કરવામાં આવ્યો. જ્યારે જરૂર પડે ત્યારે પોતે જ્ઞાતિજનોની પોતાની ટીમ સાથે તન,મન,ધન સાથે સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર ગરબો રજુ કરાયો હતો. જેનાથી જ્ઞાતિજનો ખૂબ જ પ્રભાવિત થયા હતા. જ્ઞાતિજનો ખૂબ પ્રભાવિત થઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. ૭૫ વર્ષથી વધુ વયના અંદાજે ૨૫ વડીલોનું બુકે તથા સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. અભિવાદન બદલ વડીલોએ તમામ કારોબારી ભાઈ બહેનોને આશીર્વાદ સહ આભાર વ્યક્ત કર્યો હતો. જ્ઞાતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ શાહનું તથા અનેકવિધ સંસ્થામાં સેવા આપતા પૂર્વ મંત્રી સતીષભાઈ શાહનું પણ કારોબારી સભ્યો દ્વારા બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. કાલોલ-ડેરોલના જ્ઞાતિના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષ દરમ્યાન નોટબુક ચોપડાનું વિતરણ વડોદરા નિવાસી હિનલભાઈ એમ. શાહ (એડવોકેટ એન્ડ નોટરી) તરફથી વિતરણ કરવામાં આવશે. જેની જાહેરાત કરવામાં આવી હતી.આ તબક્કે સદર કાર્યક્રમમાં પ.પૂ.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના ઉપપ્રમુખ પંકજભાઈ શેઠ, અશ્વિનભાઈ શાહ, ગિરીશભાઈ, પ્રફુલ્લભાઈ, અતુલભાઈ શાહ, જીતુભાઈ શાહ, મયુરભાઈ શાહ તથા રાજેન્દ્રભાઈ શેઠે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.આભાર વિધિ સહમંત્રી દિપકભાઈ શેઠે કરી હતી. સદર કાર્યક્રમનું સફળ સંચાલન દિશા શાહ તથા ડો. ભૂમિ શાહે કર્યું હતું.અંતમાં સૌ જ્ઞાતિજનો મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!