GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
રાણીપુરા ગામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

તારીખ ૧૪/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાણીપુરા ગામના પટેલ ફળિયાની 18 વર્ષીય યુવતી પાર્વતીબેન રંગીતભાઈ રાઠોડ ગત તા ૦૯/૦૨ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી જતા તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બુધવારના રોજ સારવાર દરમિયાન તેઓનું મરણ થતાં સિવિલ હોસ્પિટલ ગોધરા ના ડોક્ટર એમ.એ ખાન દ્વારા વેજલપુર પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસે બીએનએસ કલમ 194 મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.





