રતનપર ગામે તલાટી ઓફિસ સમયસર ખુલ્લી રાખવા મામલતદારને રજુઆત કરાઇ.

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રતનપર તલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે જાય છે ત્યારે તલાટી ઓફિસે તાળું માર્યું હોય છે આજે અત્યારે 11/40 કલાકે પણ તાળું માર્યું છે અને લોકો આવકનો દાખલો , પેઢી આંબો કે બીજા તલાટી ઓફિસને લગતા કામ કરાવવા તલાટી ઓફિસે આવે છે ત્યારે તેઓને નિરાશ થઈ પાછો જવું પડે છે અથવા તો તેઓને સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસે જવું પડે છે ઉપરોક્ત બાબત અનેક વખત જવાબદારોને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો નથી આપ સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય અધિકારી હોય આપ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આપ શ્રી લાગતા વળગતા જવાબદાર અધિકારીને આદેશ આપી રતનપર તલાટી ઓફિસ પૂરતો સમય ખુલ્લી રહે તે મુજબની વ્યવસ્થા કરાવી આપશો આ સાથે અત્યારનો જ બંધ તલાટી ઓફિસનો વીડીયો આપને મોકલી રહ્યો છું હાલના ડિજિટલ યુગમાં અમે આપને લોકહિતની આ માગણી whatsapp ના માધ્યમથી મોકલી રહ્યા છીએ તો એ માગણી બાબત સત્યતા તપાસી આપ તાત્કાલિક ઘટતું કરશો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.



