GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના રતનપુરા ગોકળપુરા ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા રસ્તાનો અભાવ.

તારીખ ૨૯/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલ ગોકળપુરા ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતમા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે રતનપુરા પંચાયત મા આવેલ આ ગામમાં ગ્રામ પંચાયત તરફથી પાંચ વર્ષ અગાઉ સ્મશાન તો બનાવ્યુ પણ અવર-જવર માટે રસ્તા ની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન કરાઈ જેથી તમામ ગ્રામ જનોને નદી કોતર થી પસાર થઈ જવુ પડે છે અને ખુબ તકલીફ પડી રહી છે. ગ્રામ પંચાયત તરફથી સ્મશાન સુધી રસ્તાની સુવિધાઓ નહી હોવાથી ગ્રામજનો એ બે દિવસ અગાઉ થયેલ મરણ પ્રસંગે આક્રોશ વ્યક્ત કરી જણાવેલ કે ગોકળપુરા ગામમા ઘણા સમય થી આ તકલીફ વેઠી રહ્યા છીએ તેમ જણાવેલ જે ગ્રામજનો ને સ્મશાન અંતિમ સંસ્કાર માટે જતા મોટા મોટા ખાડાઓ આવતા હોય છે જેથી ઘણી તકલીફ થઈ રહી છે અને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.






