GUJARATKUTCHMANDAVI

વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે રાશનકીટ નુ વિતરણ કરાયું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા.૦૮ માર્ચ  : વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે સંસ્થા ના ટ્રસ્ટીશ્રી જાદવજીભાઈ સૈયા અને જયાબેન જાદવજી સૈયા ના લગ્ન જીવન ની ૫૪ મી વર્ષગાઠ નિમિતે પચીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમ ની શરૂઆત માં સંસ્થાના મંત્રી હોથુજી પી. જાડેજા એ આવેલ મહેમાનો નું તેમજ દિવ્યાંગ લાભાર્થીઓનું સાબ્દીક સ્વાગત કરેલ ત્યાર બાદ પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક કેતનભાઈ સોલંકી દ્વારા પ્રાર્થના રજુ કરવામાં આવેલ ત્યારબાદ જાદવજી ભાઈ અને જયાબેન નુ સંસ્થા ના પ્રમુખ હરીભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ છાયાબેન લાલન ઘ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના મંત્રી રણછોડભાઈ પટેલ , અજીતસિંહ સમા, કુસુમબેન ગાલા , રામજીભાઈ ચાવડા, માનસંગજી સોઢા, રામજીભાઈ ચંદે વગેરે ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેલ..

Back to top button
error: Content is protected !!