BHACHAUGUJARATKUTCH

ભચાઉ ખાતે ક્ષય (TB) ના દર્દીઓ માટે રાશન કીટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૨૧ જાન્યુઆરી : ભચાઉ ખાતે આશાપુરા ફાઉન્ડેશન, ભુજ અને ભચાઉ આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ક્ષય (TB) ના દર્દીઓ માટે ૨૫ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી DTO ડૉ. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ આશાપુરા ફાઉન્ડેશન, ભુજના અસ્મીતાબેન ત્રિવેદી, હીનાબેન ભટ્ટ અને જિજ્ઞાબેનના સહયોગથી રાશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં THO શ્રી નારાયણસિંહ અને CHC સુપરિટેન્ડેન્ટ ડૉ. કુમાર ઉપસ્થિતિ રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશભાઈ માધાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!