Rajkot: વિકાસ સપ્તાહ: જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં તરઘડીયા ખાતે જિલ્લાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
પ્રાકૃતિ કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેક્નોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ સહિતના સ્ટોલ ઉભા કરાયા
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસ કામોની ઝાંખીને લોકો સુધી પહોંચાડવા તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અન્વયે રવિ કૃષિ મહોત્સવનો રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં અને કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં તરઘડીયાના ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો. ઉપરાંત, આ મહોત્સવ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ યોજાયો હતો.
જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, પડધરી, જસદણ, ગોંડલ સહિતના તાલુકાઓમાં ખેડૂતોને રવિ પાકોમાં ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કૃષિ વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી, ખેડૂતોને સહાય લાભોનું વિતરણ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અન્વયે વિવિધ સ્થળો ખાતે કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશન સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.