GUJARATKUTCHMANDAVI

Shantam Institute of Nursing ના વિદ્યાર્થી રવિ મહેશ્વરીએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલી પરિક્ષામા ઉત્તમ પ્રદર્શન કરીને પોતાની સંસ્થાનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૨ ફેબ્રુઆરી : Shantam Institute of Nursing ના વિદ્યાર્થી રવિ મહેશ્વરીએ Gujarat Nursing Council દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરીને પોતાના સંસ્થાનનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્થાન દ્વારા તેમને “ટોકન ઑફ એપ્રિસિએશન” આપી સન્માનિત કરવામાં આવ્યા. રવિ મહેશ્વરીએ મહેનત, લગન અને નિયમિત અભ્યાસ દ્વારા આ સફળતા પ્રાપ્ત કરી છે. સંસ્થાના પ્રિન્સિપાલ અને ફેકલ્ટી સભ્યોએ તેમની પ્રશંસા કરતા જણાવ્યું કે રવિની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. પરિવારજનો અને મિત્રો દ્વારા પણ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ અવસરે સંસ્થાનમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ રવિને વધાવી અભિનંદન આપ્યા.

Back to top button
error: Content is protected !!