DAHODGUJARAT

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા રવિરાજસિંહ જાડેજા

તા. ૨૭.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા રવિરાજસિંહ જાડેજા

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે.તેઓ ગાંધીનગરમાં આઈ.બી.પીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાર્યો હતો તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે. આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ ડાંગમાં એસપી તરીકે થઈ હતી.એસ.પી કચેરી દાહોદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી.નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ. નાયબ પોલીસ અધિક્ષક પટેલ સહિત પોલીસ ઇન્સ્પેક્ટરઓ સહિત પોલીસ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા

Back to top button
error: Content is protected !!