BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લા માંથી ખેત ભાગીદારી મજૂરી એજતા આદિવાસઓ માટે લાલબત્તી સમાનકિસ્સો. આદિવાસી મજૂરોને કાળી મજૂરીના રૂપિયા 7 થી 8 લાખ ન ચૂકવતા આદિવાસી ખેડૂતોની હાલત દયનીય.

ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં ફરિયાદ કરવા માટે આદિવાસી ખેડૂત મજબૂર મળતી માહિતી મુજબ

છોટાઉદેપુર જિલ્લા ના જેતપુર પાવી તાલુકાના ધમુન ગામ ના ત્રણ પરિવારો બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરના હાજીપુર ખાતે પ્રજાપતિ જીતેન્દ્રકુમાર રામાભાઇને ત્યાં ભાગીદારી અર્થે ધમુન ગામના સોમાભાઈ નાયક તથા તેમનું પરિવાર ભાગીદારીથી જોડાયા હતા

જેમાં સોમાભાઈ ના પરિવારને પૈસાની જરૂરિયાત ઊભી થતા પોતાના શેઠ પાસે પૈસાની માંગણી કરી હતી.પૈસા ની માંગણી કરતા શેઠ જીતેન્દ્ર કુમાર એ નન્નો ભણતા સોમાભાઈએ પોતાની મજબૂરી જણાવતા શેઠ જીતેન્દ્રકુમાર સાથે ન જેવી રકઝક થતા જીતેન્દ્રકુમાર ઉશ્કેરાઈ ગયા હતા અને ગરીબ ખેડૂત પરિવારને તાત્કાલિક રૂમ ખાલી કરાવી રસ્તે રજડતા કર્યા હતા જેમાં સોમાભાઈના પરિવાર પાસે વતન પરત થવા માટે ભાડું પણ ન હતું તેમજ નાના નાના છોકરાઓ ભુખ્યા તરસ્યા રજડીયા હતા કોઈકની મદદ મળતા સોમાભાઈ નો પરિવાર હેમખેમ પોતાના ના વતન પરત ફર્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!