
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ ઓક્ટોબર : “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત જન જન સુધી સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃતિ સાથે સફાઇ કામગીરી ચાલી રહી છે. ત્યારે ભુજ તથા ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભુજ તથા ગાંધીધામ તાલુકાના સરપંચશ્રી અને તલાટીકમ મંત્રીશ્રીની રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.




