
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૭ ઓગસ્ટ : ગુજરાત સરકાર ના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત એસ.જી.એફ.આઇ દ્વારા યોજાતી રમતો અને રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃતિ રૂ.૨૫૦૦/- અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા રૂ.૨૦૦૦/- આપવામાં આવે છે. જે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.inપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે.



