CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા તાલુકાના 40 ગામો માટે રાહતરૂપ નિર્ણય, નાની મોલડીના બદલે આણંદપુર ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂર

૫૦ થી ૬૦ કિ.મી. લાંબા અંતરે જવાનો પ્રશ્ન ઉકેલાયો હજારો ગ્રામજનોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબો ધક્કો નહીં ખાવો પડે

તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૫૦ થી ૬૦ કિ.મી. લાંબા અંતરે જવાનો પ્રશ્ન ઉકેલાયો હજારો ગ્રામજનોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબો ધક્કો નહીં ખાવો પડે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આશરે ૪૦ જેટલા ગામોને સ્પર્શતા એક મહત્ત્વના પ્રશ્નનું રાજ્ય સરકાર નિવારણ લાવી છે અત્યાર સુધી નાની મોલડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામો માટે આ પોલીસ સ્ટેશન ૫૦ થી ૬૦ કિ.મી. જેટલું દૂર પડતું હતું સ્થાનિકોની માંગણી સ્વીકારીને, સરકારે નાની મોલડીના બદલે આણંદપુર (ભા) ગામે નવું પોલીસ સ્ટેશન મંજૂર કર્યું છે આ નિર્ણયથી વિસ્તારના હજારો લોકોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબુ અંતર નહીં કાપવું પડે જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે આ જનહિતલક્ષી નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આણંદપુર(ભા) ખાતે પોલીસ સ્ટેશન ફાળવવાથી આસપાસના ગામડાના લોકોને ઘણી સરળતા રહેશે આણંદપુર(ભા) ૬ હજારની વસ્તી અને ૪૦ ગામોનું હટાણું ધરાવતું મધ્યસ્થ ગામ આણંદપુર(ભા) ગામની વસ્તી અંદાજે ૬ હજાર જેટલી છે અને તે લગભગ ૪૦ ગામોનું હટાણું ધરાવતું, હાઈવે પર આવેલું એક મધ્યસ્થ ગામ છે આ ગામ રાજાશાહીના સમયથી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ધરાવતું હતું અને તે આસપાસના ગામોથી મધ્યમાં આવેલું છે જ્યારે નાની મોલડી ગામ મોરબી જિલ્લાની હદથી માત્ર ૨ કિ.મી. દૂર આવેલું છે જેના કારણે ચોટીલા તાલુકાના અનેક ગામો માટે તે ઘણું દૂર થઈ જતું હતું ૫૦ થી ૬૦ કિ.મી. દૂર જવાની જરૂર નહીં પડે નવા પોલીસ સ્ટેશનના આ નિર્ણયથી ડોસલીધુના, લોમાકોટડી, પીપળીયા(ધા), મેવાસા(શ), સેખલીયા, ઝીઝુડા, ચીરોડા (થા), રાજપરા, રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, સાલખડા, ફુલઝર, મોટી મોલડી, આણંદપુર, ચોબારી, ઢોકળવા, ધારેઈ, ગોલીડા, વડાળી, પીપળીયા (ઢો), ભેટસુડા, રામપરા(ચો), નવાગામ(આ), તાજપર, પરબડી, સખપર, દેવપરા, મોણપર, આંકડીયા, કંથારીયા, જીવાપર(આ), ગોવિંદપરા, દોલતપરા, ધરમપુરા, કાબરણ, ભોજપરા, ભોજપુરી, ગુંદા અને મહીદડ જેવા ગામોને સીધો ફાયદો થશે અગાઉ આ ગામના લોકોને પોલીસ સ્ટેશનના કામ માટે ૫૦ થી ૬૦ કિ.મી. જેટલું લાંબુ અંતર કાપવું પડતું હતું અને ઢોરા પીપળીયા તેમજ આણંદપરના ગ્રામજનોએ તો ચોટીલાના પાદરમાંથી એક પોલીસ સ્ટેશન પસાર કરીને નાની મોલડી જવાની ફરજ પડતી હતી જે હવે દૂર થઈ છે. આણંદપુર(ભા) ખાતે પોલીસ સ્ટેશન ફાળવાતા ગ્રામજનો, સરપંચો, અને સંગઠનના હોદ્દેદારોએ પણ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!