કાલોલ નગરના ધાર્મિક કિરણ કોન્ટ્રાક્ટરને મંત્રી ડો.પ્રદ્યુમન વાંઝા અને મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા સન્માનિત કરાયા.

તારીખ ૦૮/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અમદાવાદ શહેર સ્થિત ટાગોર હોલ ખાતે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંઝા અને શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા સમગ્ર ગુજરાતના તેજસ્વી તારલાઓ નો ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું.આ સન્માનિત કાર્યક્રમમાં કાલોલ શહેરના ધાર્મીક કિરણભાઇ કોન્ટ્રાક્ટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ધાર્મીક કોન્ટ્રાક્ટ એસએસસી સુધીનો અભ્યાસ કાલોલ અમૃત વિદ્યાલય માં કરી હાલ વધુ અભ્યાસ માટે વડોદરા અભ્યાસ કરી રહ્યા છે તેઓ ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર અને ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી આમ બે મંત્રીઓ દ્વારા સહ પરિવાર ની ઉપસ્થિત વચ્ચે સન્માનિત કરવા બદલ કાલોલ સહિત સમગ્ર પંચમહાલ સાથે કોન્ટ્રાક્ટર પરિવારનું નામ રોશન કર્યું છે.







