
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સરકારની રિનોવેશન ગ્રાન્ટથી ધંબોલિયા-૪ આંગણવાડીનું નવીનીકરણ, બાળકો માટે બન્યું આકર્ષક અને સ્વચ્છ વાતાવરણ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ આંગણવાડીઓને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને બાળકોને અનુકૂળ બનાવવા માટે આંગણવાડી દીઠ રૂ. ૮૫૦૦/- ની વિશેષ રિનોવેશન ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભિલોડા તાલુકાના ભિલોડા ઘટક-૪ હેઠળ આવેલી ધંબોલિયા-૪ આંગણવાડીને પણ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી.સરકાર તરફથી મળેલી આ રકમના આધારે આંગણવાડી કાર્યકર પરમાર જ્યોત્સનાબેન દ્વારા આંગણવાડીમાં જરૂરી રંગરોગાન અને પેઇન્ટિંગનું કામ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. નવી રીતે કરાયેલા રિનોવેશન બાદ આંગણવાડીનું વાતાવરણ વધુ આકર્ષક, સ્વચ્છ અને બાળકો માટે શીખવા યોગ્ય બની ગયું છે.નાનાં બાળકોને આરામદાયક અને પ્રેરણાદાયક માહોલમાં શિક્ષણ મળી રહે તે માટે સરકારશ્રીની આ પહેલને અત્યંત પ્રશંસનીય માનવામાં આવી રહી છે. સ્થાનિક વાલીઓ, સમાજજનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ આ કાર્યની સરાહના કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.






