સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોનું નવીનીકરણ કાર્ય પુરજોશમાં
વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું,

તા.11/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત રૂ.30.34 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે આ કામગીરીનો હેતુ વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોની અવર જવરની હાલાકી દૂર કરવાનો છે વનાળા કંથારીયા –છલાળા જોબાળા – નાગનેશ – રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘રીસરફેસીંગ, સ્ટ્રેધનીંગ, સ્ટ્રકચર એન્ડ વિલેજ પોર્સન સી.સી. રોડ, ફર્નીચર વર્ક’ની કામગીરી વનાળા કંથારીયા – છલાળા જોબાળા – નાગનેશ – રાણપુર રોડના કિલોમીટર ૦/૦ થી ૨૩/૦ ના ભાગ પર કરવામાં આવી રહી છે આ કામગીરી અંદાજિત રૂ.૩૦.૩૪ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે આ નવીનીકરણના કામમાં હાલમાં કુલ ૨૨ કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ તેમજ વેટમીક્ષના લેયર દ્વારા સ્ટ્રેધનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ ઉપરાંત, ૧૬ કિલોમીટર જેટલા ભાગમાં ડી.બી.એમ. તથા અંદાજિત ૬ કિલોમીટર જેટલા ભાગમાં બી.સી.ની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે હાલમાં સ્ટ્રક્ચરની તેમજ રીટેઈનીંગ વોલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે આ નવીનીકરણ કામગીરીના પરિણામે, વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેશે. ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે જેનાથી તેમનો સમય અને શ્રમ બચશે આ ઉપરાંત, શાળાઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવર જવર કરતાં નાગરિકોને પણ સુગમતા મળશે વિભાગ દ્વારા બિસ્માર થયેલા આ માર્ગ પર ડામર પાથરીને તેને સંપૂર્ણપણે નવો બનાવવામાં આવ્યો છે.





