અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અહેવાલ : સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરતા ઉગ્ર વિરોધ, 2 મહિના પેલા ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હવે નગરપાલિકામાં સમાવેશ..!! સરકારનો એક નિર્ણય વિરોધ નો વંટોળ
સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સામેલ ન કરવા ની સાથે મોટી સંખ્યામાં લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો જેમાં ગ્રામપંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પોહ્ચ્યા હતા.સબલપુર ગ્રામ પંચાયત ની ચૂંટણી બે મહિના પહેલા જ યોજાઈ ગઈ હતી અને હવે નગરપાલિકા માં સમાવેશ કરતા લોકોમાં રોષ છે સાથે સરકારના એક નિર્ણય ને લઇ હાલ વિરોધનો વંટોળ ફેલાયો છે
મોડાસા શહેરના વિસ્તાર વિસ્તરણ અંગે સરકારે જાહેર કરેલા નિર્ણય સામે સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ મોડાસા નગરપાલિકામાં આસપાસના સબલપુર, ખલીકપુર, સાયરા, પાલનપુર, ગણેશપુર અને બાજકોટ ગામના વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા છે.
સબલપુર ગ્રુપ ગ્રામપંચાયત વિસ્તારને નગરપાલિકામાં સામેલ ન કરવા માટે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામપંચાયત આગળ વિરોધ પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા.ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ કર્યું કે તેઓ નગરપાલિકા વિસ્તારમાં સામેલ થવા માગતા નથી. અગાઉ પણ આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકની અંદર સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.