કાલોલ તાલુકાના બોરુ ગામે રીફાઇ પબ્લિક સ્કૂલ માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

તારીખ ૨૭/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરુ ગામની રીફાઇ પબ્લિક સ્કૂલમાં 26 મી જાન્યુઆરી ૭૭ માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ શોએબ, મોહમ્મદ મીરા અજમુદ્દીન મનર, રેહાન અજમુદ્દીન મનર, શાહનવાઝ અજમુદ્દીન મનર (મિરાજ, સાંગલી, મહારાષ્ટ્ર) અને ઇસ્માઇલ ઘાંચી (દક્ષિણ આફ્રિકા) ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના ગીતો ગાઈ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું અને તેમને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી આ પ્રસંગે, આ ઉજવણીને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સીપાલ સલમા વઝીર સાથે શિક્ષકો અને વિદ્યાર્થઓએ મહેનત કરી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે, શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના મહત્વ વિશે માહિતી આપી હતી.









