
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૨ માર્ચ : રાજયમાં આ મહિનાથી ઉનાળો તપવાનો શરૂ થયો છે ત્યારે હિટવેવની અસર જનઆરોગ્ય સહિત પશુ, પ્રાણીઓ પક્ષીઓ સૌને થતી હોય છે. આગામી દિવસોમાં હીટવેવની સંભાવનાને જોતા જિલ્લામાં પશુઓને ગરમીથી રક્ષણ આપવા પશુપાલકો દ્વારા કેટલાક સાવચેતીના પગલા ભરવા જરૂરી છે. કચ્છ જિલ્લો પશુપાલન પર નભતો જિલ્લો છે. જિલ્લામાં દુધાળા પશુઓ નોંધપાત્ર છે. ત્યારે આ પશુઓને આકરી ગરમીથી બચાવવાં પશુઓને છાયડામાં રાખવા તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપવું. તેમને સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી બહાર ન કાઢવા. પશુઓના ખોરાકનું પણ પૂરતું ધ્યાન રાખવા સાથે પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા આ બાબતોનું ધ્યાન રાખવું.
(૧) પશુઓને છાંયડામાં રાખવા તેમજ ઠંડુ અને શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં આપવું
(૨) પશુઓને સવારના ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો
(3) પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકવી, સફેદ રંગથી રંગો
(૪) આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો, પૌષ્ટિક, સુપાચ્ચ અને સંતુલિત આહાર આપો
(૫) પશુ આહારમાં ખનીજનાં (મિનરલ મિક્ચર)નો સમાવેશ કરો
(૬) સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ.
(૭) મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.



