કાલોલ આશિયાના સોસાયટી પાસેના રહીશો દ્વારા મકાનો તુટતા બચાવા માટે કોર્ટમાં દાવો દાખલ કરી મનાઈ હુકમની માંગ કરી.

તારીખ ૦૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમા આવેલી આશિયાના સોસાયટી પાસેના કેટલાક રહિશોને નોટીસ મળતા તેમને કાર્ટમાં દાવો દાખલ કર્યો છે. આ પહેલા આશિયાના સોસાયટી સામેના કેટલાક દબાણો હટાવી દીધા બાદ ફરી નોટીસો આપવામાં આવી છે. જેને લઈને રહિશો દ્વારા કોર્ટનો સહારો લીધો છે.કાલોલ શહેરમા તિરંગા સર્કલના પોલીસ સ્ટેશન સામે આવેલા પાકા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટીસ આપવામા આવી હતી ત્યાર બાદ કેટલાક દબાણકારો સ્વૈચ્છાએથી હટી ગયા હતા. અને કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા. હવે આ મામલે વધુ અન્ય આશિયાના સોસાયટી પાસેના વિસ્તારના લોકોને નોટીસો આપવામા આવતા સોસાયટીના 9 જેટલા લોકોએ કાલોલ મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા, સીટી સર્વે ઑફિસર અને જીલ્લા કલેક્ટર ને પક્ષકાર બનાવી એડવોકેટ પી પી સોલંકી દ્વારા મનાઈ હુકમ મેળવા માટે કાલોલ સીવીલ કોર્ટમા દાવો માડયો છે. જેમાં જણાવ્યુ છે. કે અમે વર્ષોથી બાપદાદા વખતથી જમીન માં મકાનો બનાવીને રહેતા આવ્યા છે. નગરપાલિકા પહેલા પંચાયત હતી. વેરા ભરીએ છીએ લાઈટ કનેક્શન ધરાવીએ છીએ. આજ દિન સુધી કોઈ પણ વેરા ભરવા માટે નોટીસ આપી નથી. બારોબાર જમીન કઈ જગ્યાએ તે જોયા વગર મકાનો. તોડવાની નોટીસ આપી છે. જે ગેરકાયદેસર છે. કેટલાક સર્વે નંબરો ખોટા દર્શાવીને માપણી કરી ખોટી નોટીસો આપી તોડવાની તજવીજો હાથ ધરી છે. આથી દાવો દાખલ કરીએ છે તેમ જણાવાયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ પક્ષકારોને નોટિસ મળી ગયેલ છે અને આગામી સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે ત્યારે આ વિસ્તારના રહીશો ને કોર્ટ માંથી કોઈ રાહત મળશે કે કેમ તેના પર સૌ કોઈ ની નજર મંડાઈ છે.




