નિયમ મુજબ કામ કરવા માગણી સાથે કાલોલ શાંતિનગર, કૃષ્ણનગર ના રહીશો દ્વારા રોડ બાબતે નગરપાલિકામા હલ્લા બોલ.

તારીખ ૨૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા વોર્ડ નં ૨ મા આવેલ શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા થોડા દિવસ પહેલા સીસી રોડ નુ કામ અટકાવી ગુણવતા મુજ્બ નુ કામ કરવા માંગ કરી હતી ત્યારબાદ છેલ્લા દશ દિવસથી આ વિસ્તારમાં ખોદી કાઢેલ રસ્તા ને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા હતા પાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યુ નહોતુ જેથી આજ રોજ સ્થાનીક રહીશો દ્વારા મોટી સંખ્યામાં કાલોલ નગરપાલીકા ખાતે હલ્લા બોલ કરી રોડ બનાવવા માંગ કરી હતી. પાલિકાએ બહાર પાડેલ ટેન્ડર ની કોપી ની માંગ કરી હતી અને સારો રોડ બનાવવા ની કરી હતી મહિલાઓ સહિત વડીલો, યુવાનો દ્વારા પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરાંગ દરજી અને પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર તેમજ વોર્ડ નં ૨ ના કાઉન્સિલરો સમક્ષ ધારદાર રજુઆત કરી ખોદેલા રોડ ને કારણે તેઓને ભારે તકલીફ પડી રહી છે વાહનો પણ ખરાબ થઈ રહ્યા છે.જો યોગ્ય રીતે રોડ બનાવવા રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા દ્વારા સૌ ની રજુઆત સાંભળી ચૂંટાયેલ કાઉન્સિલરો અને સ્થાનિકો ની હાજરીમા નવો રોડ ટેન્ડર મુજબ બનાવવા અને ટેન્ડર ની કોપી પણ સ્થાનિકોને આપવા માટે ની સૂચના પાલિકાના એન્જિનિયર ને આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો રજૂઆત દરમ્યાન ઉગ્ર થઈ ગયા હતા અને આ વિસ્તારમાં કાયમ ખરાબ રોડ બનાવાય છે તેવો આક્ષેપ કર્યો હતો.






