GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના નેસડા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ભારે મુશ્કેલીનો સામનો કરતા ગામના રહીશો.

તારીખ ૧૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચને અને તલાટી કમ મંત્રીને વારંવાર મૌખિક રજૂઆત ગ્રામજનોએ કરી છતાં કોઈ પરિણામ નહિ આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ સાથે તાલુકાના નેસડા ગ્રામ પંચાયતમાં અનગઢ વહીવટ કારણે ગ્રામજનો દ્વારા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે નેસડા ગામમાં ગામના પ્રવેશ દ્વાર તેમજ ભાથીજી મંદિર સહિત ગામના ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે ગ્રામ્યજનો નું કહેવું છે કે ગામમાં ગટર વ્યવસ્થા કરી પરંતું અધૂરી ગટર લાઈન તેમજ ખુલ્લી ગટર હોવાથી ગામ લોકોને જીવનું જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બની જાય છે જ્યાં ગટર નિયમિત સફાઈ થતી ના હોવાથી ગટર લાઈનમાં કાદવ કીચડ ભરાઇ ગયા છે ત્યારે વેહલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવા ભારે વિરોધ સાથે ગામ લોકોએ માંગ કરી છે.





