ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૦ જુલાઈ : કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૭વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહી. જયારે વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત:- રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મૌવાણા-બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.જણાવેલ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.



