GUJARATKUTCHMANDAVI

સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૨૦ સપ્ટેમ્બર : રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા તેને સંલગ્ન અન્ય ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ વિસ્તારમાં કોઇ પણ દુકાનોમાં કે કોઇપણ વ્યક્તિએ સશસ્ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્યતા ધરાવતા વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓનુ બિનઅધિકૃત રીતે વેચાણ કરવું નહિ કે ઉપયોગ કરવો નહિ.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.આ જાહેરનામુ તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

 

Back to top button
error: Content is protected !!