DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ધ્રાંગધ્રા તાલુકાનાં ગંજેળા અપ્રોચ રોડની રિસરફેસીંગ કાર્ય કરાયું

તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારનું લક્ષ્ય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા ગંજેળા અપ્રોચ રોડના રિસરફેસીંગનું કાર્ય કરવામાં આવ્યું છે નવીન સપાટીના કારણે હવે વાહનોની અવરજવર વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે ગંજેળા ગામને જોડતા આ અપ્રોચ રોડનું રિસરફેસીંગ થવાથી આસપાસના ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સગવડતા રહેશે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો માટે પણ આ માર્ગ પરની મુસાફરી હવે ઓછા સમયમાં અને સલામત રીતે પૂર્ણ થઈ શકશે.




