સુરેન્દ્રનગર જિલ્લામાં ગેડી થી પરનાળા રોડનું રિસરફેસિંગ કાર્ય શરૂ

તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગોના રિસરફેસિંગ અને નવી નીકરણના કાર્યો તીવ્ર ગતિથી હાથ ધરવામાં આવી રહ્યા છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા પૂરી પાડવા હેતુ માર્ગોનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), સુરેન્દ્રનગર દ્વારા આ કામગીરીના ભાગરૂપે લીંબડી તાલુકાના ગેડીથી પરનાળા રોડનું રિસરફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ રોડના નવીનીકરણ માટે અંદાજે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે નવા રોડ બનવાથી પરાલી અને પરનાળા ગામના રહેવાસીઓને ખૂબ જ મોટી રાહત અને પરિવહન સુવિધા મળી રહેશે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૈનિક પ્રવાસીઓનો સમય અને ઇંધણ પણ બચશે.




