ARAVALLIGUJARATMODASA

શામળાજી – દહેગામડામાં નિવૃત્ત કર્મચારી સાયબર ઠગાઈથી બચ્યા,વોટ્સએપ વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.80 હજાર પડાવવાનો પ્રયાસ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – દહેગામડામાં નિવૃત્ત કર્મચારી સાયબર ઠગાઈથી બચ્યા,વોટ્સએપ વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.80 હજાર પડાવવાનો પ્રયાસ


શામળાજી તાલુકાના દહેગામડામાં નિવૃત્ત જીવન વિતાવી રહેલા એક આધેડને સાયબર ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નિવૃત્ત કર્મચારીની સમયસૂચકતા અને એસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની મદદથી મોટી ઠગાઈ ટળી હતી. મળતી માહિતી મુજબ દહેગામડામાં રહેતા નિવૃત્ત કર્મચારી કરણસિંહ ચંદુસિંહ જાડેજા પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે ટેલિકોમ વિભાગમાંથી બોલતો હોવાનું કહી જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડ પરથી લીધેલા મોબાઈલ નંબર દ્વારા મહારાષ્ટ્રમાં રૂ.45 લાખનું સાયબર ફ્રોડ થયું છે તેમજ તેમની સામે 17 FIR નોંધાઈ છે. આ વાત સાંભળીને નિવૃત્ત કર્મચારી ઘભરાઈ ગયા હતા.સાયબર ઠગોએ તેમને એક કલાક સુધી વીડિયો કોલ પર રાખી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી, વિવિધ બેંક ખાતાની વિગતો મેળવી હતી તેમજ ખાતામાં કેટલી રકમ છે તેની માહિતી પણ કઢાવી લીધી હતી. સાથે જ તેમને ધમકી આપી હતી કે મહારાષ્ટ્ર પોલીસ કોઈપણ સમયે તેમની ધરપકડ કરી શકે છે.ઠગોએ કહ્યું હતું કે જો આ કેસમાંથી બચવું હોય અને પોલીસની એનઓસી મેળવવી હોય તો ગૂગલ પે અથવા બેંક ખાતામાં રૂ.80 હજાર ટ્રાન્સફર કરવા પડશે. આથી નિવૃત્ત કર્મચારી વધુ ભયભીત થયા હતા, પરંતુ હિંમત રાખી તેમણે એસપી કચેરીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો સંપર્ક કર્યો હતો.પોલીસ કર્મચારીએ સમગ્ર વાત સાંભળીને તેમને સમજાવ્યું કે તેઓ સાયબર ઠગોની જાળમાં ફસાઈ રહ્યા છે. આ દરમિયાન ઠગોએ પણ વાત બગડતી જોઈ સંપર્ક તોડી નાખ્યો હતો. આમ, સમયસર સમજદારી દાખવવાથી નિવૃત્ત કર્મચારી મોટી સાયબર ઠગાઈનો ભોગ બનતા બચી ગયા હતા.

Back to top button
error: Content is protected !!