GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબી સિરામિક એસોસિએશન: વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા

 

MORBI:​મોરબી સિરામિક એસોસિએશન: વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા

 

મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે ઉત્સાહપૂર્વક ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નોંધપાત્ર બાબત એ રહી કે તમામ ૧૬૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૧૦૦ ટકા મતદાન કર્યું હતું.

​મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા જાહેર થયા છે. ચૂંટણીના પરિણામોની વિગત નીચે મુજબ છે:​નરેન્દ્રભાઈ સંઘાત: ૭૯ મત (વિજેતા) કાન્તિલાલ સીતાપરા: ૫૩ મત ​કેવલભાઈ સંઘાણી: ૨૯ મત ​નરેન્દ્રભાઈ સંઘાત પ્રમુખ તરીકે ચૂંટાતા પૂર્વ પ્રમુખ હરેશભાઈ બોપલીયા સહિતના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં એસોસિએશનની પ્રગતિ માટે આશા વ્યક્ત કરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!