ગુજરાત જેલ વિભાગના નિવૃત કર્મચારી અધીકારી મિલન યોજાયુ

જામનગર/અમદાવાદ (ભરત ભોગાયતા)
ગુજરાત જેલ વિભાગના સેવા નિવ્રુત જેલ અધિકારી /કર્મચારીઓનો નવમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ તારીખ ૧૮/૦૧/૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૯.૦૦ થી ૧૬.૦૦ કલાક દરમિયાન અમદાવાદ ખાતે નવી જેલ સ્ટાફ તાલીમ શાળાના કેમ્પસમાં યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સેવા નિવ્રુત ડી આઈ જી શ્રી એ કે પંડ્યા તથા જેલ ખાતાના સેવા નિવ્રુત સિનીયર અધિકારીઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા.
આ સ્નેહમિલન માં અવસાન પામેલા નિવ્રુત સાથી મિત્રો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ૭૦ વર્ષ થી વધુ ઉમંર પૂર્ણ કરેલ નિવ્રુત જેલ અધિકારી /કર્મચારીઓ તથા જેલ સેવામાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરેલા અધિકારી /કર્મચારીઓ તેમજ વર્ષ ૨૦૨૫ માં નિવ્રુત થયેલા અધિકારી /કર્મચારીઓ નુ સન્માન કરવામાં આવ્યું.
સ્નેહમિલન કાર્યક્રમમાં જેલ વિભાગના ૩૦૦ જેટલા સેવા નિવ્રુત અધિકારી /કર્મચારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિશ્રી તથા નિવ્રુત સિનિયર અધિકારીઓ તરફથી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાથી મિત્રો સ્નેહ થી મળ્યા અને જેલ સેવાની ભૂતકાળની યાદો વાગોળી તેમજ નિવ્રુતિ જીવનના અનુભવો ની પરસ્પર ચર્ચાઓ કરી .
આ કાર્યક્રમને સફળ બનાવવા જેલ વિભાગની વડી કચેરી, જેલ સ્ટાફ તાલીમ શાળા અને અમદાવાદ મધ્યસ્થ જેલનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.તેમ ગુજરાત જેલ વિભાગ સેવા નિવ્રુત સ્ટાફ મંડળ અમદાવાદ વતી જેલર શ્રી પરમારએ જણાવ્યુ છે



