કાંકરેજ તાલુકાના બલોચપુર પ્રાથમિક શાળાના શિક્ષકનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો..
કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ના વતની છેલ્લા ૯ વર્ષથી બલોચપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતાં સુબાજી મકવાણાનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો.

કાંકરેજ તાલુકાના બલોચપુર પ્રાથમિક શાળાના શિક્ષકનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો..
કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ના વતની છેલ્લા ૯ વર્ષથી બલોચપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતાં સુબાજી મકવાણાનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો.બલોચપુર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે શૈક્ષણિક સફર દરમ્યાન બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે.વહીવટી કોઠા સૂઝ,કાર્ય કરવાની ધગશ,સતત પ્રવૃતિલક્ષી શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસના પાઠ શીખવ્યા છે.સાદું જીવન અને ઉત્તમ વિચારો થકી ગામ અને શાળાને પ્રગતિના પથ પર લઈ જઈ શાળાના બાળકો,વાલીગણ અને શિક્ષકોના હૃદયમાં ઊંચુ સ્થાન પામી અભિનંદનને પાત્ર બન્યા.સતત શાળા અને ગ્રામ જનો માટે એક માર્ગદર્શક સરસ્વતીના પરમ ઉપાસક અને પ્રજ્ઞાવાન તથા પરમ વંદનીય એવા મકવાણા સુબાજી લેરાજી (ઠાકોર) તા. ૩૧/૧૦/૨૦૨૪ ના રોજ વય નિવૃત થતા આજરોજ તા.૨૫/૧૦/૨૦૨૪ ને શુક્રવારના રોજ કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં શિક્ષક સુબાજીનો વયનિવૃત્તિ અને સત્કાર સમારોહ યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગતગીત અને આચાર્ય પ્રફુલભાઈ બી.જોષીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ઘી કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી અને ગ્રાહક સહકારી મંડળી થરા ના ચેરમેન દશરથજી ઠાકોર,વડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી, સાંપરિયાવાસ વડા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવિણભાઈ સી.માધુ,ખાનપુરા વાસ વડા પ્રાથમિક શાળાના આચાર્ય બળદેવભાઈ ચાવડા,આ શાળા ના શિક્ષક સુરેશકુમાર જી.પટેલ, વર્ષાબેન આર.પટેલ, પાયલબેન સી.પટેલ,ગીરીશકુમાર કે.ગુર્જર શિવરામભાઈ કે.દેસાઈ, પ્રેમજીભાઈ આર.ઠાકોર નીતિનકુમાર કે.સોલંકી, ચિંતનભાઈ જી.જોષી સહીત શાળા પરિવાર તેમજ અનેક મહાનુભાવોએ સુબાજીનું સન્માન કર્યું હતું.શાળાની વિધાર્થીનીઓ તેમજ પૂર્વ વિધાર્થીનીઓએ વયનિવૃત શિક્ષકના આશીર્વાદ લીધા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શૈલેષભાઈ દેવ,જયારે સ્ટેજ સંચાલન જોરાભાઈ દેસાઈ કર્યું હતું.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા. પિતાની વિદાય વેળાએ પુત્ર અરવિંદજી સુબાજી ઠાકોરે દરેકનો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦




